લાગણી ભીનો પ્રેમનો અહેસાસ - 8

(20)
  • 4.6k
  • 4
  • 1.9k

ઓફિસેથી ઘરે જતા સ્નેહાના વિચારો બસ એમ જ વહી રહયા હતા. આજે રીક્ષાની જગ્યાએ તે બસમાં બેઠી હતી. કેમકે તેને શુંભમ સાથે વાતો કરવી હતી. તેમને મેસેજ કર્યો. પણ શુંભમનો કોઈ રીપ્લાઈ ના હતો. મેસેજની સામે બ્લૂ ટિક મળી ગઈ હતી. કોઈપણ આટલું બીજી કેવી રીતે રહી શકતું હશે..!! એક મેસેજ કરતા કેટલો સમય લાગે.?? હું તેના વિશે આટલું કેમ વિચારું છું..??તેની લાઈફ તેના નિયમો...?તેને મારી સાથે વાતો નહીં કરવી હોય...!!આમેય હું તેને કયાં પસંદ છું..!!કંઈક તેની લાઈફમાં કોઈ બીજું.....!" વિચારોની ગતી પવન વેગે દોડી રહી હતી. સ્નેહાએ કાનમાં ઈયરફોન લગાવ્યા ને બારીની બહાર નજર કરી