લક્ષ્મી

  • 3.8k
  • 1.2k

લક્ષ્મી ના નામ જેવા જ ગુણ . તેનો જન્મ થયો ત્યારે તેની મા પોતાની જાતને ખૂબ ભાગ્યશાળી માનતી હતી .પ્રથમવાર લક્ષ્મીને જોઈને તેની મા એ 'લક્ષ્મી' તરીકે બોલાવી હતી .એના પિતા પણ ખુશ થયા હતા. હા ,લક્ષ્મીના દાદી થોડાક નારાજ હતા ,એને પ્રથમ સંતાન દીકરો જોઈતો હતો .નાનકડા એવા ગામમાં આ પરિવાર સુખેથી એકબીજાની સાથે રહેતો હતો .નાનો ખોરડો ધરાવતું લક્ષ્મી નું ઘર . તૂટેલા-ફૂટેલા ખાટલામાં રંગબેરંગી સાડી માંથી બનેલી ગોદડીમાં લક્ષ્મીજીને પ્રથમવાર બિરાજાયા હતા. આમ તો ધન લઈને નહોતી આવી, પણ જ્યારે તે મોઢામાં આંગળી રાખી હસતી હતી ત્યારે મોતીના દાણા વેરતી