"સર બહાર એક પેશન્ટ આવ્યું છે એને એવું લાગે છે કે તેને કોરોના હોઈ શકે છે." નર્સે ડોક્ટર પાસે આવતા કહ્યું. "હા તો એનો રિપોર્ટ કરાવવા મોકલી દો. કાલે સવાર સુધીમાં આવી જશે એટલે આપોઆપ ખબર પડી જશે." ******************* "સર કાલે જે પેશન્ટ હતો શંકાસ્પદ કોરોના એનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. એને આઇસોલેશન વોર્ડમાં મોકલ્યો છે પણ તેને જ્યારથી ખબર પડી ત્યારનો રોયા જ કરે છે. નાસ્તો મોકલાવ્યો તોય ખાવાની ના પાડી દીધી છે." નર્સે ડોક્ટરને રિપોર્ટ ધરતા કહ્યું. "સારુ હું હમણાં જ જોઉં છું. પછી તો ટાઈમ જ નહીં મળે." ડોક્ટર માર્મિક જોશી પોતાનું લંચબોક્સ પાછું અંદર મૂકતા બોલ્યા.