પ્રભુને પ્રાર્થના

  • 4.7k
  • 888

ઓ ઇશ્વર ભજીયે તને,મોટુ છે તુજ નામ,ગુણ તારા નિત્ય ગાઈએ,થાય અમારાં કામ......હંમેશા મને સવારે પ્રભુ પાસે બે હાથ જોડી આ પ્રાર્થના કરવાની આદત.પણ આજે મને શાક માર્કેટમાં શાક વહેંચવા માટે બેસતા એ માજી યાદ આવી ગયા.એટલે મે પ્રભુ પાસે એમની માટે પ્રાર્થના કરી. હે પ્રભુ એ માજી નું કલ્યાણ કરજો.અરે આજે તો બધા શાક અને ફ્રૂટ્સ ખલાસ થઈ ગયા છે.ચાલો ત્યારે આજે તો ઉપડવું પડશે શાક માર્કેટ.બધુ કામ પુર્ણ કરી હુ શાક માર્કેટ ગઈ. ત્યાં હું એ માજીની પાસે શાક લેવા ગઈ. એમની ઉંમર લગભગ 75, 80 વર્ષની હશે.મને એમને જોઈને ખબર નહીં કેમ પણ એમની જોડે વાતો કરવાની ઈચ્છા