આગળના ભાગમાં આપણે જોયું કે દિશાને આવેલા એ મેસેજ કરનાર વ્યક્તિની પ્રોફાઈલ દિશા જુએ છે. તેનું અસલ નામ અને બીજી કોઈ જાણવાજોગ માહિતી તેને મળતી નથી, બસ તેની પ્રોફાઇલમાં લખેલું "એકાંત"નામ દિશા જાણી શકે છે. દિશાના સાસુ સસરા લંડનથી આવવાના સમાચાર મળતા જ દિશા તેમની સાથે સમય પસાર કરી શકાય એ માટે ખરીદી કરવામાં લાગી જાય છે. દિશાને તેના સાસુ સસરા સગા માતા-પિતાની જેમ વહાલા હતા, તે જેટલી તેની મમ્મી સાથે ભળી નહોતી શકતી તેટલી તેની સાસુ સાથે નિખાલસ થઈ શકતી. તેમના ખોળામાં માથું ઢાળી રડી પણ શકતી, રીતેષના અવસાન બાદ એ બંને જ એકબીજાનો પૂરક સહારો બન્યા હતા. ખરીદીમાં