અધ્યાય ૯ મિનલનો આજનો આખો દિવસ આમ તો ઘણો સારો ગયો, પણ ભૂતકાળમાં સહન કરેલી ખરાબ આર્થિક પરિસ્થિતિનો સમય દર્દભરી ટીશ બની રહી-રહીને એના હ્ર્દયમાં ફરીથી ખૂંપી રહયો હતો. આજે પહેલીવાર એનુ કામમાં જરાક પણ ધ્યાન નહોતુ. નાની ઉંમર હોવાથી બાપુજી અને બાના મૃત્યુનો શોક પણ સમજી ન શકવાનો અફસોસ, ઉપવાસ કરીને કે માત્ર દહીં-રોટલી ખાઈ કાઢેલા દિવસો, બીમારીમાં પડેલા બા માટે ઉઠાવેલી જહેમત, ખાસ બહેનપણી મનીષાનો સથવારો, માટીના રમકડા બનાવવામાં ભૂંસી નાખેલી હાથની રેખાઓ એમ અવિરતપણે જાણે એ પોતાના જીવનની આત્મકથા આજે વાંચી રહી હતી. આખો દિવસ ચાલ્યો ગયો. એનુ દિવાસ્વપ્ન અટક્યું, જ્યારે શર્માજીએ ઓફિસમાં પ્રવેશ કર્યો. "મેડમ સાહેબ,