પકરણ 10 પિનાકીન જયસ્વાલ નુ સત્ય “ આ ચીજો તારી પાસે ક્યાંથી આવી ?” એ ત્રણેય ચીજને હાથમાં લેતી આસ્થા બોલી. ‘ મને પણ એ વાતનું આશ્ચર્ય હતું પણ હવે બધું સમજાતું જાય છે.’ ‘ એટલે ?’ ‘ આસ્થા બેન બરાબર ત્રણ વર્ષ પહેલા, જ્યારે ધારા મેડમને અકસ્માત થયો ! એના અઠવાડિયા પછી મને એક પાર્સલ મળ્યું હતું. પાર્સલમાં આ બ્રેસલેટ હતો, અને એક નાનો સંદેશો હતો.- સંદેશામાં લખ્યું હતું –“ પહેલું ઇનામ “ મને ખૂબ નવાઈ લાગી .વળી આ બ્રેસલેટ અને ધારા મેડમના મૃત્યુને કોઈ કનેક્શન હશે એવો સ્વપ્નેય ખ્યાલ નહોતો ! કોઈએ મજાક કરી હશે ! તેવું માની