ઘુવડની પાંખ

  • 9.3k
  • 2.2k

એક સાવ નિર્જન ગામ હતું. એવું ગામ કે તેની ઉપરથી ન કાગડા ઉડે ન બતક ઉડે, ન કાબર કે ચકલી. મસમોટું જંગલ પણ જંગલમાં તો કોઈ જાનવર જ નહીં. જે પણ એ ગામમાંથી પસાર થાય તે ત્યાંથી જીવતો બહાર ન નીકળે. પવનનાં સૂસવાટા વાયા રાખે અને એક ભયંકર અવાજ આવ્યા રાખે. સાંભળો તો બીકના માર્યા થથરી જાઓ. એક દિવસ આ ગામમાંથી દિસપુરના રાજા માનસિંહ પસાર થયા. તેમની સાથે તેમનો કાફલો હતો. કાફલો પણ કંઈ નાનો નહીં, મોટો બધો. કાફલામાં વચ્ચે સમ્રાટ, આગળ સૈનિકો, પાછળ સૈનિકો અને રાજાની સાથે તેનો સેનાપતિ. રાજાના સૈનિકો તો બહુ બળીયા. ગમે એવા રાક્ષસને મારીને કાપી