મનસ્વી એક ઉત્કૃષ્ટ કન્યા લાગી રહી હતી. એનું ધ્યાન આકાશ તરફ પડ્યું ખરી પણ નજર ભોજન તરફ ગઈ. આકાશ હજુ મનસ્વીને એમ જ તાકી રહ્યો હતો અને પોતાની તરફ આવતી જોઈ રહયો હતો.સામાન્ય પુરુષની જેમ આકાશની નિયત બગડી પણ બધી જ મહેચ્છાઓ ને સમેટી ને જુવાનીને ઉંબરે મૂકી એક સમજદાર મનુષ્યની માફક આકાશે એક ઊંડો શ્વાસ લીધો અને મોઢામાં કઈ જ ન હોવા છતાં પાણી નો ઘૂંટડો અંદર ઉતર્યો હોય એમ પોતાના આવેગો ને શાંત પાડી પેટમાં ઉતારી દીધા બરાબર ત્યારે જ મનસ્વીએ એની પાસે પડેલી પ્લેટ લીધી અને દીવાલ ને ટેકે બેસી ચુપચાપ ખાવા માંડી. આકાશ એ પોતાના બેડને