રંગ-સંગમ (ભાગ-૧)ઘૂઘવતા દરિયા પર પથરાયેલા અસીમ આકાશ પર સાંજનો ઘેરો ગુલાબી અને પીળો રંગ, આજે વંદનના જીવનમાં આનંદને બદલે ઉદાસીનતા ફેલાવી રહ્યો હતો. ક્ષિતિજ પાસે થઇ રહેલું ધરતી અને ગગનનું મિલન ખોરવાઈ ગયેલું ભાસતું હતું, તદ્દન એના વિખાયેલાં મનની માફક. દરિયાની રેતીને હાથમાં લઈને પસવારતી તેની પ્રિયતમા-પત્ની વગર એકલો પડેલો વંદન, રેતીને સ્પર્શવા અસમર્થ હતો. પવનની લહેરખીઓ સાથે ઉછળતાં મોજાં વચ્ચે સાંજ ઢળીને રાતમાં પરિવર્તિત થઇ છતાં વંદનનું ધ્યાન ન રહ્યું. મોબાઈલ રણકતાં તેને હોંશમાં આવવું પડ્યું, " વંદન ! ક્યાં છે? પપ્પા રાહ જુએ છે. " " હા, હું આવું છું." સ્વતઃ જ બબડતો હોય તેમ વંદને જવાબ આપ્યો." હવે