કહીં આગ ન લગ જાએ - 6

(30)
  • 4.6k
  • 2
  • 1.9k

પ્રકરણ- છ્ત્ઠું ૬‘એક વર્ષ, બે મહિના અને ૧૩ દિવસ પછી આજે પહેલીવાર આ શહેરમાં કોઈએ મિહર ઝવેરીના અપ્રત્યક્ષ સજ્જડ બંધ મનોબળને, તેની મક્કમતાથી દસ્તક મારીને એનાં સૈદ્ધાંતિક મુલ્યોના મૂળીયાને હચમચાવવાની કામયાબ કોશિષ કરી છે. મારા અનુઠા વિચારધારાની અભેદ કિલ્લાબંધીની વાડને તમે તમારી જાતને નારાજગીના અધિકારી સાબિત કરીને પળવારમાં ઢાળી દીધી. હવે લો આ ચાવી અને મારો કિક! તમારાં ફટફટિયાની સાથે સાથે આપણી ફ્રેન્ડશીપને પણ! હવે એ ઉધારી સાંજની તિથી તમે નક્કી કરીને મને કહેજો.’ એકી શ્વાસે આટલું બોલી મીરાં સાથે હાથ મિલાવીને હાથ હલાવતો મિહિર રવાના થઈ જતા, ક્યાંય સુધી મીરાં તેને જોતી રહ્યા પછી બમણા જોશ અને હોંશથી બુલેટને કિક મારીને