પિશાચિની - 7

(75)
  • 8.4k
  • 9
  • 4.2k

(7) જિગર જાણે કોઈ બીજી જ દુનિયામાં પહોંચી ગયો હતો. તેની ચારે બાજુ હાથથી હાથ ન સૂઝે એવું ઘોર અંધારું જ અંધારું હતું. તે આ અંધારામાં ડૂબકીઓ લગાવી રહ્યો હતો. તેને કંઈ દેખાતું નહોતું. તેે શેમાં ડૂબકીઓ લગાવી રહ્યો હતો એ પણ તેને કંઈ સમજાતું નહોતું. તેનો જીવ જાણે ગુંગળાતો હતો. આવું બીજી થોડીક વાર સુધી ચાલુ રહ્યું અને તેનું ડુબકીઓ ખાવાનું બંધ થયું. તેનો જીવ ગુંગળાવાનો ઓછો થયો. તે બરાબર શ્વાસ લેતો થયો. તેની આંખો સામેથી અંધારું તો દૂર થયું નહિ પણ તેના જીવને થોડુંક સારું લાગવા માંડયું. તે બેહોશીની દુનિયામાંથી હોશમાં આવ્યો. તેણે ધીરેથી આંખો પરથી પાંપણનો પડદો