કર્મબંધન

  • 2.1k
  • 612

પોતાના આલીશાન બંગલાની ઇટાલિયન સ્ટાઇલ બારીની બહાર એક દ્રશ્ય જોઈને રાહીલે પોતાનો આઈફોન હાથમાં લીધો. તેણે લોક ખોલ્યું અને નંબર ડાયલ કરવા લાગ્યો પણ તેની આંગળી ગ્રીન બટન પર જતા ધ્રુજી રહી હતી. રાહીલે પોતાની આંખો બંધ કરી અને બે દિવસ પહેલાનો એક ફોનનો સંવાદ તેના મગજમાં ઘુમરાઈ રહ્યો. "હેલો" "હેલો કોણ?? " "રાહુ બેટા હું છું. અવાજ ભૂલી ગયો??" સામે છેડેથી ગોમતી (રાહીલની માઁ ) બોલી. "તારો અવાજ તો કઈ રીતે ભૂલું માઁ!! છાતીને ચીરતાં તારા શબ્દો હજુય મારા પ્રાણપિંજરા પર ઘુમરાઈ રહ્યા છે." રાહીલે કટાક્ષ કરતા કહ્યું. "હજુ, જૂની વાતો ભુલ્યો નથી દીકરા??" "ભૂલવી જ છે પણ તું