ગહરી ચાલ

(26)
  • 4.3k
  • 3
  • 1.3k

રાશી ભોગીભાઈ શેઠ ની એક ની એક દિકરી હતી.ખુબજ લાડકોડથી ભોગીભાઈ એ રાશીનો ઉછેર કર્યો હતો.રાશીની મમ્મી રાશી છ વર્ષની હતી. ત્યારે કેન્સર જેવી ભયંકર બિમારીને કારણે રાશીનો હાથ ભોગીભાઈ ના હાથમાં સોપી મૃત્યુ પામ્યા હતા. રાશીનો ઉછેર તેના ફૈબાના હાથમાં થયો હતો. રાશીના ફૈબા બાળવિધવા હતાં તેથી ભોગીભાઈ ને ત્યાં જ રહેતા હતા. ફૈબા એ રાશીને ક્યારેય માની ખોટ સાલવા નહોતી દીધી.ભોગીભાઈ પૈસેટકે સુખી હતા.ખુબ મોટો બંગલો હતો. અન પોતાની એક મોટી ફાર્મ હતી. જે વર્ષો જુના મુનીમ હતાં તે સંભાળતા હતા. ભોગીભાઈ ના બંગલાને અડીનેજ બીજો બંગલો કિરીટભાઈ નો હતો. કિરીટભાઈ ને સંતાન માં એક પુત્રજ હતો