ટ્રુથ એન્ડ ડેર - 2

(13)
  • 2.9k
  • 1
  • 1.3k

મને ઊંઘ નહોતી આવતી, હું જૂઠું બોલ્યો. આગલી અડધી રાતનો ઉજાગરો હતો, છતાં મને ઊંઘ નહોતી આવતી. હું મનમાં ને મનમાં હરખાઈ રહ્યો હતો. હરખમાં ને હરખમાં તેની સાથે થયેલી ચેટિંગ મેં ત્રણ-ચાર વાર વાંચી નાખી. પાગલોની જેમ તેનું DP જોયા કરતો હતો. તેની આંખને જોઈને મને લાગી રહ્યું હતું, જાણે તે મને કશુંક કહેવા માંગતી હોય! મને સમજાતું નહોતું કે મારી સાથે આ શું થઈ રહ્યું છે. આ ફીલિંગ મારા માટે સાવ નવી હતી. આટલો બેચેન હું અગાઉ ક્યારેય નથી થયો. ખબર નહિ કેમ પણ મને આ બેચેની પણ ગમતી હતી. મનમાં ને મનમાં હું પ્રતીકનો આભાર માની રહ્યો