જૂનું ઘર

  • 2.1k
  • 518

‘આવજો કહેવું શું પથ્થરોને ?’ ગણી કોઈએ ના કહ્યું આંખ માંડી જનારાને જોતી રહી ભીંત મૂંગી રહી. -મનોજ ખંડેરિયા 'મિલનનું ઘર વરસાદ પછી' ચાર મિત્રોના ગ્રુપમાં મારા મિત્ર રાજુએ ફોટો મૂક્યો .રાજુ એની સ્કૂલમાં રજા હોવાથી ઘરે આવેલ હતો ને મિત્રોને યાદ કરતો કરતો રોજ ગ્રુપમાં ફોટા મૂક્યા કરતો. ને ફોટો જોતાં જ હું ફરી ખોવાઈ ગયો. સામાન ભરવા ગાડી આવીને ઊભી છે, અત્યાર સુધી તો અહીં જ નોકરી હોવાથી મેં આ ઘરને એકલું ન્હોતું પડવા દીધું , પણ હવે તો નાનું બાળક પણ હોવાથી અપડાઉન પરવડે તેમ નહોતું. નહીંતર મિલન ઘર છોડે? દશ્યો બદલાયા. સામાન ભરીને ગાડી ચાલી ગઈ,