લાલની રાણીનું આધારકાર્ડ - 2

(34)
  • 4.7k
  • 4
  • 1.9k

પ્રકરણ- બીજું/૨ તરુણા અને રણજીત, બંનેએ પોતપોતાની વિચારશક્તિ મુજબની રચેલી વ્યૂહરચનાનાં આકાશમાં, ઈમેજીનેશનનાં ઇન્જીનમાં ઈચ્છાનું ઇંધણ ભરીને ઉડવા લાગ્યા. એકતરફ તરુણાને તેનાં ચરિત્રને સ્હેજ પણ દાગ લગાવ્યા વિના કોઈપણ ભોગે પુરુષપ્રધાન સમાજમાં તેની એક મોભાદાર અલગ છાપ ઊભી કરવા માટે તેનાં સપનાંનો પીછો કરવાની તાલાવેલી હતી.તો આ તરફ રણજીતને તેની જાણ બહાર વર્ષોથી દટાયેલા અને અચાનક હાથ લાગેલા કુબેરના ખજાનાને કોઈપણ ભોગે રોકડી કરવાની તલબ હતી.જેમ ખુલ્લી આંખે જોયેલાં સોનાનાં હરણ જેવાં સપનાંઓનો, જ્યાં સુધી તમે પીછો ન કરો ત્યાં સુધી એ તમને જંપવા ન દે. તેમ છતાં વિહીસ્કીના ઘુંટડાના ટેકે ટેકે આખી રાત અવડે ને સવળે પડઘા ઘસીને રણજીતે રાત