પ્રસંગ 19 : 26th જાન્યુઆરીનો ભૂકંપ 26th જાન્યુઆરી 2001ના રોજ ગુજરાતમાં જોરદાર ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપને લીધે લાખો લોકોના જાન-માલને નુકશાન થયું હતું અને મોટી ખુવારી થઈ હતી. આ વાત યાદ કરવાનું કારણ એ હતું કે આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ કચ્છના ભૂજની નજીક હતું. ભુજમાં અમારા માતાજીનું મંદિર આવેલું છે અને 26th જાન્યુઆરીના રોજ મારો ભાઈ ત્યાં હતો. અમારો પરિવારમાંથી વરસોવરસ કોઇ ને કોઇ ભુજ અમારા માતાજીના મંદિરે દર્શન કરવા જતા હોય છે. 25th જાન્યુઆરીના રોજ પરિવારમાંથી કામકાજને લીધે કોઈ નીકળી શકતું ન હતું ત્યારે મારા ભાઈએ એકલા જવાનો નિર્ણય કર્યો. 25th તારીખે તે રાત્રે 12:30 વાગ્યાની ટ્રાવેલ્સમાં રાજકોટ