બરાબર 6.30ના ટકોરે વીણાબેનના ઘરની ઘંટી રણકી , વીણાબેન તરત ઘરનો દરવાજો ખોલવા પહોંચ્યા,સુરેશભાઈ ચહેરા પર સ્મિત અને થાકના ભાવ સાથે ઘરમાં પ્રવેશ્યા.વીણાબેન તરત રસોડામાં ગયા અને સુરેશભાઈ હાથ ધોવા વૉસબેસીન તરફ ,હાથ ધોતા ધોતા તેમની નજર શ્રેયાના રૂમમાં પડી શ્રેયા ખૂબ શાંત ચિત્તે કઇંક વાંચી રહી હતી.સુરેશભાઈ હાથ લૂછી સોફા પર બેઠા ,ત્યાં તેજસ પણ પોતાના દાખલાઓની ગણતરીમાં પડેલો દેખાયો,વીણાબેન પાણીનો ગ્લાસ સુરેશભાઈના હાથમાં દેતા ,કહેતા ગયા "ચા મુકું છું".સુરેશભાઈ પાણીના ગુટડા ઉતારતા રહ્યાને જોતા રહ્યા કે કેલ્ક્યુલેટરની ગણતરીમાં તેજસ કેવો મૂંઝાયેલો છે.પાણીનો ખાલી ગ્લાસ ટીપાઈ પર મૂકી ,બુમ પાડી," બેટા શ્રેયા અહીં આવ તો".પપ્પાનો અવાજ સાંભળતા જ પુસ્તકના