હાસ્ય કસુંબલ

  • 4.3k
  • 1.3k

૧. આઝાદીનું સ્ટેટસ આજે મારા માશીના દીકરાએ તેના ફેસબુક અને વોટ્સ અપના સ્ટેટસ બદલીને એકદમ ભારત દેશનો તિરંગો લહેરાવ્યો. એટલે, મેં તેને ફોન કર્યો, અલ્યા, આજે નથી ૨૬મી જાન્યુઆરી કે નથી ૧૫મી ઓગષ્ટ તો કેમ તે સ્ટેટસમાં આપણા દેશનો તિરંગો લહેરાવ્યો. જલ્દી બદલ.... બહુ જોરથી ઝંડો ફરફરી રહ્યો છે. તેનો જવાબઃ અલ્યા, તું ચિંતા ના કર, તારી ભાભી ૧૫ દિવસ માટે પિયર ગઈ છે.. ૨. બહેરું કોણ? કેટલાય સમયથી ચતુરને એવું લાગ્યા કરતું હતું કે, તેની પત્ની ગંગાને સાંભળવામાં તકલીફ થઇ રહી છે. એટલે બીજા દિવસે કાનના ડોક્ટરની સલાહ લેવા ગયો. ગામ નાનું અને ડોક્ટર ચતુરને સારી