યોગ-વિયોગ - 27

(350)
  • 25.9k
  • 11
  • 17.1k

યોગ-વિયોગ કાજલ ઓઝા વૈદ્ય પ્રકરણ -૨૭ જાનકી અને લક્ષ્મી શાકભાજીના બે મોટા થેલા ઊંચકીને ઘરમાં દાખલ થયાં ત્યારે વૈભવી ડ્રોઇંગરૂમમાં મેગેઝિનનાં પાનાં ઉથલાવી રહી હતી. ‘‘કોઈ નથી ?’’ જાનકીએ આમતેમ જોયું. ‘‘હું આવડી મોટી બેઠી છું ને ?’’ ‘‘ડેડી...’’ ‘‘બહાર ગયા છે. મારાં સાસુ જોડે.’’ ‘‘ખરેખર !’’ લક્ષ્મીના ચહેરા પર આનંદ છાનો ના રહ્યો, ‘‘મને ખાતરી હતી કે એક વાર અહીં રહેવા આવી જઈશું તો ડેડી અને મા વચ્ચે નાના નાના પ્રસંગોમાં સમાધાન થતું જશે...’’ ‘‘એવું તો મને પણ લાગે છે કે તમે જ્યારે પાછા જશો ત્યારે બે નહીં, ત્રણ ટિકિટ લેવી પડશે. સવાલ માત્ર એટલો જ છે કે તમે