પ્રતિશોધ પ્રથમ અંક - 21

(190)
  • 5.9k
  • 10
  • 3.2k

પ્રતિશોધ પ્રથમ અંક ભાગ:21 ઓક્ટોબર 2019, માધવપુર, રાજસ્થાન જે મૃતદેહનાં જોડેથી સમીરનું લોકેટ મળી આવ્યું હતું એ મૃતદેહ સમીરનો નહોતો એ જાણ્યાં પછી સમીરની શોધમાં આવેલાં આધ્યા, રાઘવ, જાનકી, રેહાના, યુસુફ અને જુનેદ અસમંજસભરી સ્થિતિમાં મુકાઈ ચૂક્યાં હતાં. આગળ શું કરી શકાય એની થોડી ચર્ચા બાદ જાનકી તુરંત જ બોલી. "આપણે મોહનગઢ પોલીસ સ્ટેશન જવું જોઈએ. પોતાનાં પોલીસ સ્ટેશનની હદમાં આવો હિચકારો હત્યાકાંડ થયો છે એ જાણ્યાં બાદ ગુજરાલ સમીર જીજુને શોધવમાં અવશ્ય આપણી મદદ કરશે." "મને લાગે છે જાનકી સાચું કહી રહી છે." જાનકીની વાતને સમર્થન આપતાં રાઘવ બોલ્યો. "આટલાં બધાં મૃતદેહો એક જગ્યાએ મળી આવ્યાં છે એ જાણ્યાં