વિરહ - પ્રેમ માટે પણ જરૂરી

(50)
  • 4k
  • 1
  • 772

વિરહ કેટલો અજુકતો તો શબ્દ છે. એવું જ લાગે છે જાણે કે વિરહ એટલે દૂર હોવું અલગ રહેવું અને એકબીજાની યાદમા રડવું એટલે કે જુદાઈ. પણ શું દરેક વિરહ દુ:ખ આપનારું જ હોય છે?? દરેક વિરહ પછી રડવાનુ જ હોય છે??વિરહથી પ્રેમ ઓછો થઇ જાય છે?? પ્રેમ માટે સાથે હોવું જ જરૂરી છે?? ના.. હું આવું માનતી જ નથી. વિરહ હંમેશા દુ:ખ આપનારુ નથી હોતું. વિરહ પછી હંમેશા રડવાનું પણ નથી હોતું કે વિરહથી પ્રેમ પણ ઓછો નથી થઇ જતો. ને પ્રેમ માટે સાથે હોવું પણ જરૂરી નથી હોતું. પ્રેમ કે કોઈ પણ સબંધ ત્યારે જ બોજ બની જાય છે કે જ્યારે તેમા વધારે પડતી