મારા બાળપણના સહપાઠી મિત્રો ને એમની યાદો

  • 4.9k
  • 1.4k

મનુષ્ય એક સામાજિક પ્રાણી છે.એકલો અટૂલો એ લાંબો સમય સુધી રહી શકતો નથી.પ્રત્યેક મનુષ્ય ને કોઈ ને કોઈ સાથ સંગાથ ની જરૂર પડતી હોય છે પછી તે પુખ્તવય નો હોય કે નાનું બાળક હોય. એક નાનું બાળક પોતાના માંબાપ ઘર પરિવાર થી જીવન માં પહેલી વાર દૂર ત્યારે જાય છે જયારે એ શાળા માં દાખલ થાય છે.ઉઘડતી શાળા નો પ્રથમ દિવસ રડારોળ થી ભરપૂર હોય છે.પરંતુ રડીરડી ને પણ કેટલું રડાય?આખરે તો ચૂપ થવુજ પડે. અને જ્યાં પહેલા દિવસે શાળા ના દરવાજે પહોંચેલું બાળક ચુપ થાય એની નજર એની બાજુ માં બેઠેલા સહપાઠી પર પડે છે, અને માનવસહજ પ્રકીયા