મારી શાહ આલમ એફ કોલોની

  • 2.8k
  • 986

બૉમ્બે હાઉસીંગ (શાહઆલમ કોલોની) એફ કોલોની________________________________________ખખડધજ ઘેઘુર વૃક્ષ માંથી ખરી જઇ પથ પર વેરાયેલા સુક્કા પર્ણો..નુ ....ઝુંડમારુત(પવન ) ની નાજુક ઠેસથી પથ પર વિખરાઇ જઇને અનેરી ભાત રચે...બસ.. એમજ-"બોમ્બે હાઉસિંગ "શબ્દ કાને પડતા જ મનનાઅગોચર ખુણે પલાઠી વાળી બેઠેલા ભાવવિશ્વના પથ પર , કેશરી દાંડી વાળા સફેદ પારિજાત પુષ્પોના, પરોઢે ખરેલાં નાજુક ઢગલા જેવો વિખરાઈ પડેલો બાળપણિયા સંસ્મરણોના ઢગ..... મંદ મંદ વાયુ લહેરમાં અમસ્થા અમસ્થા ફરફરી જતા પુષ્પોના ઢગલાની જેમજ મારી આરપાર ફરફરી જાય છે...... ને ..શિશુવયની મુગ્ધાવસ્થાની -ભાવ સ્મૃતિના રંગીન પતંગિયા ઉડાઉડ કરી મુકે......છે.ત્યારે થાય છે ફરી એજ બાળપણ પાછુ મળે તો !!! આ.....હા. હા. ....મઝ્ઝા પડી જાય.......અને . ત્યારે અનાયાસ..જ... મરીઝ