પ્રકરણ ૧૦ “પૂજા શું કરે છે અહીં આવ... અને આ જો… !” પ્રેમ લગભગ ચોથી વાર બૂમ પાડી રહ્યો હતો. તેનો ગઈકાલનો થાક હજુ ઉતર્યો પણ ના હતો અને એમાં પણ પૂજા ને આટલી વાર બૂમો પડવાથી પણ તે આવી નહી. એટલે અંતે એ અકળાયને ઉભો થયો. તે સીધો રીંકલના બેડરૂમ તરફ ગયો કે કદાચ તેના સ્કૂલે ગયા પછી તેનો સામાન સમેટતી હશે. એવું એણે વિચાર્યું. તે રૂમ માં પ્રવેશ્યો રૂમમાં બધે જ જોયું પણ પૂજા ક્યાંય દેખાઇ નહી. તેથી તે પૂજાને શોધવા ગેસ્ટ રૂમ તરફ ગયો