પિશાચિની - 5

(82)
  • 13.6k
  • 11
  • 6.2k

(5) ‘તું મને ના નહિ પાડી શકે ! તું મારી છાયામાં આવી ચૂકયો છે. તું મારા વશમાં છે. હવે તારું મન હોય કે ન હોય, પણ તારે મારું કહ્યું માને જ છૂટકો છે ! ! તારે માહીના ફિયાન્સ વિશાલનું ખૂન કરે જ છૂટકો છે ! ! !’’ જિગરના માથા પર સવાર થયેલી અદૃશ્ય શક્તિ શીનાનો અવાજ સંભળાયો, એટલે જિગર વિચારમાં પડયો. જોકે, આમાં તેણે વિચારવા જેવું શું હતું ? ! તે સપનામાં પણ વિશાલનું ખૂન કરી શકે એમ નહોતો. ‘શીના !’ જિગર મનમાં હિંમત એકઠી કરીને બોલ્યો : ‘તારાથી થાય એ કરી લે, પણ એક વાત તો નકકી જ છે.