એક શિક્ષક

(30)
  • 3.7k
  • 1
  • 910

બે મિત્રો, અશ્વિન અને જયેશ જેમની ઉંમર 25 વર્ષ ની આસપાસ હતી એ બંને રવિવાર ની સાંજે એક કાફે માં કોફી ની ચૂસકી લઈ રહ્યા હતા અને સાથે પોતાના ભૂતકાળ અને ભવિષ્ય વિશે ચર્ચા કરી રહ્યા હતા.“આવતા વર્ષ સુધી માં મારા લગ્ન થઈ જશે. આ વર્ષે મારુ મેનેજર તરીકે નું પ્રમોશન પાકું છે, આવતા વર્ષે તો લગભગ મારુ લગ્ન કરવાનું નક્કી જ છે. ઘણી બધી છોકરીઓ ના પરિવાર ના લોકો ફોટો મોકલે છે. ટૂંક માં મારી લાઈફ તો સેટ છે, અશ્વિન! તું કે તારે શું ચાલે?” જયેશે કહ્યું.બંને મિત્રો કોલેજ સમય ના મિત્રો હતા. વર્ષો પછી કે ગમે ત્યારે જુના