હુએતા ગામના દર એક ઘરના બારણા પાછળ થોડા સમય થી એકજ વાતે વેગ પકડ્યો હતો, કે શુ મારમેકસ્ ખરેખર અહી આવે છે?. એ અસીતા ને જીતવા જાય છે?. જો એ આપણા ગામની હદો વટાવી અહી આવશે તોહ તેના પ્રકોપથી આપણને કોણ બચાવશે? આખા હુએતા મા મારમેકસ્ ની ચર્ચા થઇ રહી હતી, સંધ્યા નો સમય હતો, હળવે હળવે અંધકાર વધતો જાય છે. ગામના લોકો ચર્ચા ને મુકી પરોઢ ની શોધમા અંધકાર મા લુપ્ત થતા પ્રકાશ ની જેમ સુઇ જાય છે.રાત્રી પણ સાપ વશ થયેલ શિકાર સમાન ઘેરાતિ જાય છે. રાત્રિના ચોથા પ્રહરમા અંધકાર મુકી પ્રગટ થતા પ્રકાશની તરફેણ ખેચાઇ રહેલ દિવસ