ભોંયરાનો ભેદ - 3

(29)
  • 5.7k
  • 2
  • 3.5k

ભોંયરાનો ભેદ યશવન્ત મહેતા પ્રકરણ – ૩ : બે ખલાસી વળતી સવારે વિજય વહેલો પાંચ વાગ્યામાં જાગી ગયો. ટીકૂ તો મોં-માંથે રજાઈ ઓઢીને ઊંઘતો હતો. વિજયે એને ઢંઢોળ્યો. હડબડાવ્યો. અઢી ડઝન બૂમો પાડી. ટીકૂ માંડ માંડ જાગ્યો અને આંખો ચોળતો બેઠો થયો. વિજયે એની પીઠે જોરદાર ધબ્બો મારી દઈને કહ્યું, ‘ઊઠ, એય ઊંઘણશી ! વહેલી સવારે દરિયે નહાવા જવું છે ને !’ ટીકૂની ઊંઘ માંડ માંડ ઊડી. એ બબડ્યો, ‘અત્યારના પહોરમાં નહાવાનું ?’ વિજય કહે, ‘નહાવાની ખરી મઝા અત્યારના પહોરમાં જ છે. વહેલી પરોઢને આપણા બાપદાદા બ્રાહ્મમુહૂર્ત કહેતા હતા અને તપસ્વી લોકો આ મુહૂર્તમાં જ નાહવાનું પસંદ કરતા.’ ‘પણ હું