પુત્ર

  • 2.3k
  • 556

સાંકડી,ગીચ ગલીઓમાં, છાજલીઓ પર અને દરવાજે, પ્લાસ્ટિકના વાસણોમાં પાણી ભરેલું હતું. એના પર છાપરાંની કિનારીઓમાં જામેલું વરસાદી પાણી ટપકી, નિરવ શાંતિમાં ખલેલ પહોંચાડી રહ્યું હતું. આખા દિવસની મજૂરી અથવા રખડપટ્ટી પછી થાકેલો ગરીબવર્ગ ગમે તેમ ઓરડીમાં, સાંકડમોકડ સમાઈને ઊંઘ લેવા મથી રહ્યો હતો. એક ખોરડામાં ઝાંખો પ્રકાશ પથરાયેલો હતો. બારણાં પાસે એક ટૂંટિયું વળેલો પડછાયો છાના ડૂસકાં ભરી રહ્યો હતો. મોડી સાંજે પારકાં ઘરનાં કામ કરી, ઘરે આવીને જ્યારે રમા દીકરીને જમાડતી હતી ત્યારે વિફરેલા પતિએ કારણ વગર ધોલ ધપાટ કરી. નાસીને તે વિધવા માતાની ઓરડી પર આવી. પડખાંમાં વાગેલા ઘા કરતાંય, આ પતિની રોજની મારપીટની ટેવ વધુ દર્દ આપતી હતી.