HELP - 9

  • 3k
  • 1.1k

પકરણ 9 હેલ્પ ફાઉન્ડેશન એ આખી રાત બેલા, આસ્થા અને અનુરાધા જયસ્વાલે અજંપામાં વિતાવી. આ ત્રણેયને શ્રદ્ધા હતી કે એ રાત્રે ધારાનો આત્મા બેલાને કઈ માર્ગદર્શન આપશે. એવી કોઈ ઘટના બની નહીં. બેલાને બીજી પણ શંકા પડી કે આસ્થાને પોતાના બેડરૂમમાં સુવાડી તેણે ભૂલ તો નથી કરીને! પણ હવે કોઈ સોલ્યુશન નહોતું. આલોક નો ફોન સવારમાં આવી ચૂક્યો હતો. એ બધા ઇક્વિપમેન્ટ સાથે નવ વાગે ફ્લેટની નીચે મળવાનો હતો .અનુરાધા જયસ્વાલ બેલાને સવારે મળ્યા તેમને શીતલ ની ચિંતા થતી હતી ,સાથે પિનાકીન નું વર્તન પણ અજુગતું લાગતું હતું .રાત્રે બે-ત્રણ વાર ફોન કરવા છતાં પિનાકીન ને સરખા જવાબ નહોતા આપ્યા.