રાજકારણની રાણી - ૮

(56)
  • 6.4k
  • 3.7k

રાજકારણની રાણી - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૮ જતિન પોતાનો જ વિડીયો ફાટી આંખોથી જોઇ રહ્યો હતો. હજુ વધારે લોકોએ આ અંગત પળોનો વીડિયો જોયો હોય એવી શકયતા ન હતી. પક્ષના વોટસએપ ગૃપમાં અનેક લોકો ફોટા અને વીડિયો પોસ્ટ કરતા હતા. મોટાભાગના લોકોના ધ્યાન બહાર રહી ગયો હોય તો પણ બે-ચાર જણે જોઇ લીધો હોય એમની પાસે તો રહેવાનો જ હતો. પોતાના સ્ત્રી સંગનો આ વીડિયો ઉતારવાની જ નહીં તેને આ રીતે જાહેરમાં મૂકવાની હિંમત કોણે કરી હોય શકે? પોતાની કારકિર્દીની ફિલમ ઉતારવાનું જ આ ષડયંત્ર હોય શકે. જતિને સમય ગુમાવ્યા વગર પહેલો ફોન એ વીડિયો પોસ્ટ કરનારનો નંબર વાંચી