પગરવ - 9

(80)
  • 5.2k
  • 3
  • 2.9k

પગરવ પ્રકરણ – ૯ સમર્થ રૂમ પર આવીને બેઠો ત્યાં તો એની મમ્મીનો ફોન આવી ગયો હતો બે વાર... સમર્થે સામેથી ફોન કરીને પૂછ્યું, " શું થયું મમ્મી ?? કંઈ કામ હતું ?? હું રસ્તામાં હતો ટ્રાફિકમાં એટલે ફોન આવ્યો ખબર ન પડી. સવિતાબેન : " મેં તને સવારે વાત કરી હતી ને તો એ છોકરીવાળાં પણ મળવાં તૈયાર છે. તો તને આ રવિવારે ફાવે જો તું ઘરે આવે તો ?? " સમર્થ : " આટલું જલ્દી ?? મતલબ આવતાં રવિવારે રાખીએ તો...મારે થોડું કામ છે કોલેજનું રવિવારે પૂરું કરવાનું છે એટલે..." સવિતાબેન : " સારું કંઈ વાંધો નહીં... હું