'"વિહાન ક્યાં છે તું??" સીડીઓ પરથી એક સાઈઠએક વર્ષનો પુરુષ ઉતરી રહ્યો હતો. "માલિક વિહાનબાબા તો એમની ઓફિસે જવા નીકળી ગયા." ઘરના નોકર બાલુએ ધ્રુજતા સ્વરે જવાબ આપ્યો. "આજે તો એની ખેર નથી. મને પૂછ્યા વગર એ રૂમ ખોલવાની તેની હિંમત કઈ રીતે થઇ??" બબડતો બબડતો તે પુરુષ પોતાના રૂમ ભણી જવા લાગ્યો. એ પુરુષ એટલે ગુજરાતની તમામ કોલસાની ખાણ ધરાવનાર એકમાત્ર બિઝનેસમેન એટલે સિદ્ધાર્થ સોલંકી. રૂપિયો એટલો કે તેની 10 પેઢી પણ વગર કમાયે ખાઈ શકે. સાક્ષાત લક્ષ્મીજી તેમના ઘેરજ રહેતા હોય એવું લાગતું પણ ગૃહલક્ષ્મીજીની બાદબાકી. સિદ્ધાર્થની પત્ની અનિતા આજથી ત્રીસેક વર્ષ પહેલા જ સ્વર્ગમાં સિધાવી ગઈ હતી.