પિશાચિની - 4

(106)
  • 16.9k
  • 11
  • 7.2k

(4) ‘હું ખરેખર માહીને તારી પત્ની બનાવી દઈશ. હું તારું આ કામ કરી આપીશ, અને બદલામાં તારે દર મહિને મારું કામ કરી આપવું પડશે !’ જિગરના માથેથી અદૃશ્ય યુવતીનો મકકમ અવાજ સંભળાયો, એટલે પળ-બે પળની ચુપકીદી પછી અત્યારે જિગરે અદૃશ્ય યુવતીને પૂછયું : ‘મારે., મારે તારું કયું કામ કરી આપવું પડશે ?’ ‘સમય આવશે ત્યારે હું તને કહીશ.’ જિગરના માથેથી અદૃશ્ય યુવતીનો અવાજ સંભળાયો : ‘પણ અત્યારે તારે મને વાયદો કરવો પડશે. હું તારું કામ કરી આપીશ અને બદલામાં તારે મારું કામ કરવું પડશે. બોલ, તૈયાર છે ? !’ જિગર વિચારમાં પડયો. માહી જો મળતી હોય તો એના બદલામાં આ