“ફરી મોહબ્બત” ભાગ :૯ "ઈવા..!! શું ગોતી રહી છે. શું નથી મળતું?" અનયે ખૂબ જ પ્રેમપૂર્વક પૂછ્યું. અચાનક ઈવાએ ગોતવાનું બંધ કર્યું, "હં..!!" એ રડતી અટકી. એ ભૂલી પડી હોય તેમ એની આંખો સંકોચાઈ. અનયે એની પર્સ પડાવી લીધી. ઈવા કશુંક સમજે એના પહેલા જ અનયે ઈવાના હોઠો પર ચસચસતું ચુંબન કરીને જાણે કશું જ કર્યું ન હોય તેમ થોડો છૂટો થઈને બેસી ગયો. ઈવા થોડી શાંત થઈ. અનયે ઈવાનો હાથ પોતાના હાથમાં લીધો, "ઈવા. હું તને હંમેશા ખૂશ જોવા માગું છું. તારા આંખમાં આવતા આંસુ હું બરદાસ્ત નથી કરી સકતો. એ તું જાણે જ છે. તારા આંસુથી હું દુઃખી થઈ જાઉં છું."ઈવાએ કશું