કશ્મકશ - 1

  • 3.7k
  • 1.3k

આનંદી તેનાં નામ પ્રમાણે જ હંમેશાં આનંદમા રહેનાર છોકરી... આજે પણ તે ખૂબ જ ખુશ હતી. અને હોય પણ કેમ નહીં!! આજે તેનો બાળપણનો મિત્ર કહો કે પછી તેનો એકતરફી પ્રેમ શૌર્ય પાંચ વર્ષ પછી અમેરિકાથી ભારત આવવાનો હતો. તે શૌર્યની આતુરતાથી રાહ જોઈ રહી હતી. પણ આજે સમય પસાર જ થઈ રહ્યો નહોતો. આનંદી શૌર્યના ઘરે જઈને તેનાં સ્વાગતની તૈયારી કરવાં લાગી.તેનાં મમ્મીપપ્પાને બાળપણથી આ બંનેની મિત્રતાની સારી રીતે ખબર હતી. શૌર્યની બહેન અસ્મિતા આનંદી પાસે આવી. આનંદીનાં ચહેરા પરની ખુશી જોઈને અસ્મિતાએ કહ્યું," વાહ દીદી!! તમને આટલાં ખુશ તો કયારેય જોયાં નથી. હમમ હવે સમજાયું આ ચહેરા