ટીચર - સ્ટુડન્ટ્સની ખાટી મીઠી કેમિસ્ટ્રી - 24

  • 3.2k
  • 1
  • 1.1k

દર વર્ષની જેમ આ વર્ષે પણ શાળાના પ્રથમ દિવસની શરૂઆત પ્રાર્થના અને એ જ સૂચનો દ્વારા કરવામાં આવી હતી. દસમાં ધોરણના વિદ્યાર્થીઓ આ વખતે પણ બોર થઈ રહ્યા હતાં. તેઓને વધારાના સૂચનો સાંભળવાના હતા. આ સૂચનો વિદ્યાર્થીઓને બોજ સમાન લાગી રહ્યા હતા. આ વખતે ધોરણ 10 એટલે જમ્બો વિલનને હરાવવાનો હતો. આ જમ્બો વિલન એટલે બીજું કોઈ નહીં પણ બોર્ડની પરીક્ષા. આ વખતે બોર્ડ હતું એટલે લોકોના મ્હેણાં તો સાંભળવા જ પડે અને તેમાં પણ તન્વી મેડમે પ્રેયર પૂર્ણ થયા પછી આશરે દસેક મિનિટ સુધી નિયમોની લાંબી હારમાળા વિદ્યાર્થીઓ સામે મૂકી દીધી. "આજે તમારા દસમાં ધોરણનો પહેલો