કથા કોરોનાની... - (હાસ્ય વાર્તા)

  • 8.9k
  • 3
  • 1.7k

"અરે યાર, કેમ છે, તું?" અને મેં તેના માસ્ક પહેરેલા ચહેરા સામે ધ્યાનથી જોયું… અને કહ્યું : "અરે મલય તું? હું તો તને ઓળખી જ ન શક્યો. કોલેજ છોડ્યા બાદ આપણે ત્રીસ વર્ષે મળ્યા, તો પણ તું ઓળખી ગયો..?" "ઓળખું જ ને.. આપણે બાલમંદિરથી છેક છેલ્લે સુધી સાથે જ ભણ્યા હતા ને!" "પણ આ માસ્કમાં ઓળખવું સહેલું નથી ને…?" "એ તો ખરી વાત, પણ કહે છે ને, કે યારની સુગંધ તો હવામાંથી યે મળી જાય અને આજે સવારે જ મને તારી યાદ આવી હતી. એટલે વિચાર્યું હતું કે, તું જો મળી જાય તો મજા પડી જાય. અને એટલે જ આ બધાં જેન્ટસના બુરખામાં હું