જંગલના ફૂલ - દિવ્યેશ ત્રિવેદી

  • 3.8k
  • 1.2k

વીસ-બાવીસ વર્ષમાં ઘણું બધું બદલાઈ ગયું હતું. એ વખતે અજય મુનશીને ડાંગની નજીક આવેલા મિદનાપોર ગામમાં ફોરેસ્ટ ઈન્સ્પેકટર તરીકે પોસ્ટીંગ મળ્યું હતું. લગ્ન થયાને માંડ બે વર્ષ થયાં હતાં. તપસ્વી માંડ અગિયાર મહિનાનો હતો. મિદનાપોરના અંતરિયાળ જંગલ વિસ્તારમાં આવડા નાના બાળક સાથે ઘણી તકલીફ પડે એ હેતુથી જ એણે પત્ની અવનીને એકાદ વર્ષ પિતાને ત્યાં રહેવા કહ્યું હતું. પરંતુ અવની માની નહોતી. એને જંગલ વિસ્તારમાં રહેવાનો બહુ મોહ હતો. મિદનાપોરમાં એ વખતે અજયને કાચા-પાકા બાંધકામવાળું એક નાનકડું મકાન મળ્યું હતું. અવનીએ જંગલમાં મંગલની જેમ એ મકાનને જંગલની ચીજો વડે સજાવ્યું હતું. બહાર નાનકડો બગીચો બનાવ્યો હતો અને એક