“બાની”- એક શૂટર - 14

(27)
  • 3.5k
  • 4
  • 1.7k

“બાની”- એક શૂટર ભાગ : ૧૪એ જોતાં જ એહાન એ તરફ પગલા માંડવા લાગ્યો. જોતજોતામાં જાસ્મીન સાથે એ છોકરો ઉગ્ર બની રહ્યો હતો. બાની એને થપ્પડ લગાવા જતી હતી ત્યાં તો એણે બાનીને ધક્કો મારી દીધો. બાની જમીન પર ફસડાતાં બચી. એણે પોતાને પડતા સંભાળી લીધી. પરંતુ એ ફરી ઉઠી અને એ છોકરાના હાથમાંથી જાસ્મીનને છોડાવવા ગઈ. પરંતુ એ છોકરો જરા પણ છોડવા તૈયાર ન હતો. એણે જાસ્મીનનું બાવડું એવું જોરથી ઝાલ્યું હતું કે બાનીની તાકત એના સામે વ્યર્થ જતી હતી. જોતજોતામાં લોકોનાં ટોળા પણ જામી ગયા હતાં. પરંતુ તે મોટા અવાજમાં કહી રહ્યો હતો કે આ મારી વાઈફ છે. મારો પર્સનલ મામલો