નામ એનું રાજુ, આમતો એના માંબાપે એનું નામ રાજકુમાર પાડ્યું હતું પણ એક મજદૂર ના છોકરાને કોણ એના ખરા નામે બોલાવે, એટલે ટુંકમાં એનું નામ રાજુ જ પડી ગયું. એના માંબાપ નાના ગામથી રોજી રોટી કમાવા આ મોટા શહેર માં આવ્યા હતા, લાખો મજદૂરો ની જેમ એમનું પણ આ શહેર માં કોઈ રહેવાં માટે ઘર નહોતું, એક નવા બનેલા ગાર્ડનની આસપાસની ખાલી પડેલી જગ્યાએ બીજા કેટલાક થોડા ઘણા મજદૂરો ની જોડે એના માંબાપ એ પ્લાસ્ટિકના ટેંટ જેવું ઘર વસાવ્યું હતું. બધા મજૂરો ની સાથે રાજુના માંબાપ વહેલી સવારે કામ ગોતવા નીકળી પડતાં અને રાજુ એના ભાઈ બહેનો સાથે ઘરે રહી