હું મારી વ્યથા કોને કહું? ભાગ - ૬

  • 4k
  • 1.5k

એક વાર થયું એવું કે હસ્તિનાપુર તથા ગાંધર્વો વચ્ચે યુધ્ધ થયું. એ યુધ્ધમાં હસ્તિનાપુર વિજયી થયું પરંતુ તેમાં મહારાજ ચિત્રાંગદ વિરગતી પામ્યા. એ યુધ્દ બાદ ફરી એક વાર હસ્તિનાપુર ઇપર સંકટના વાદળો ઘેરાવા લાગ્યા. કારણ કે રાજગાદી ખાલી છે. માટે હવે વિચિત્રવિર્યને મહારાજ બનાવવો રહ્યો. એક શુભ મુહુર્ત જોઈને વિચિત્રવિર્યને હસ્તિનાપુરની રાજગાદી ઉપર બેસાડવાનો નિર્ણય લેવામાં આવ્યો. ફરીથી નગર તથા સામ્રાજ્યમાં રાજતિલકની તૈયારી થવા લાગી. નગરના રસ્તાઓ પર પાણીનો છંટકાવ કરવામાં આવ્યો. નગરના બધા જ રસ્તાઓ પર ધજા-પતાકાઓ ફરકાવવામાં આવ્યા. અને હવે એ દિવસ પણ આવી ગયો કે જ્યારે વિચિત્રવિર્યનો રાજ્યાભિષેક કરવાનો વારો આવ્યો. કુળગુરૂ, પરિવારના વડિલો તથા ઋષિમુનિઓના આશિર્વાદ