ત્રણ ઢિગલીઓ.

  • 2.5k
  • 948

"ઓઈ...માં! મરી ગઈ... બચાવો... બચાવો....મારો બાપ મને મારી નાંખશે..." બાજુના ઘરમાંથી આવતા અવાજો સાંભળીને બહાર શેરીમાં રમતી નાનકડી આઠ વર્ષની અંજુ પોતાની ઢિંગલી હાથમાં લઈને બાજુવાળાના ઘરમાં દોડતી ગઇ. મંજુડીનો બાપ એને લાકડી વડે ફટકારી રહ્યો હતો અને સાથે કંઈક બબડતો જતો હતો, "મારી આબરૂના ધજાગરા કરીને આમ હાહરેથી ઉલાળીયો લઈને આવતા રે'તા શરમ નો આયવી તને? મે તને માંડ કરીને મોભાદાર કુટુંબમાં પૈણાવી, હતુ ઈ બધુય તારા લગનમાં ખરચી નાઇખુ અને તુ...? ગામના ને નાતના લોકો શુ વિચારશે? હવારે નાતને ખબર પડે ઈ પે'લા તીયાર થૈ જાજે. હુ તને હાહરે મુકવા આવુ હુ." ફળિયાના ખૂણે અંજુ ખીલો થઈને ઊભીઊભી