લીલુડાં પાન ફરકયાંનિકિતા તેનાં મયુરીમાસીને ઘેર નોકરીની પરીક્ષા આપવા આવી. નિકિતાની મમ્મીએ તેમની જૂની સહેલી માસીને ખાનગીમાં ફૂંક મારી હતી તેમ નિકિતા માટે છોકરો દેખાય તો એ પણ જોઈ રાખવાનો હતો. નિકિતા રાતની ટ્રેઇનમાં આવી. પરીક્ષા ત્રણ દિવસ પછી હતી પણ એકવાર સેન્ટર જોઈ લેવું જરૂરી હતું અને છેલ્લી નજર નાખવા આગલાં વર્ષનાં પેપરોની બુક માસીનાં શહેરની બજારમાંથી લેવી હતી.રાતે નિકિતા આવી અને સવારે ઉઠીને માસીને મદદ કરાવવા કિચનમાં પણ પહોંચી ગઈ. માસી, માસા તો રાજીરાજી થઈ ગયાં.નિકિતાએ ચા બનાવી અને વાંચવા બેસતા પહેલાં માસીની બારી પાસે ગઈ. બારી ઉપર એક મુરઝાવા આવેલ મનીપ્લાન્ટની વેલ હતી. નિકિતાએ તરત એમાં પાણી