શિક્ષક એટલે એક એવો વ્યક્તિ કે જે પોતે તો યથા સ્થાન પર રહે છે પરંતુ પોતાના વિદ્યાર્થીઓને હંમેશા આગળ વધવા માટે પ્રોત્સાહન તેમજ પ્રેરણા આપે છે. શિક્ષકનું બીજું નામ એટલે જ પ્રેરણા. જીવનના દરેક તબક્કે અનેક મુશ્કેલીઓ આવે છે. શિક્ષક દ્વારા ચિંધાયેલા માર્ગ પર ચાલવાથી આ તમામ મુશ્કેલીઓને હરાવીને વિજય અવશ્ય મેળવી જ શકાય છે. આપણે સૌ ગુરુ પૂર્ણિમા ખૂબ જ ધામ ધૂમથી ઉજવીએ છીએ. અહીં પ્રશ્ન એ જ છે કે શું આપણામાં માત્ર આ એક જ દિવસ શિક્ષકો માટે માન, આદર, સમ્માન હોવું જોઇએ? જવાબ છે ના. પણ હાલની તમામ પરિસ્થિતિઓ એવું જણાવે છે કે