પ્રકરણ- ચોથું/૪હવે મીરાંને અણસાર આવવા લાગ્યો કે તેનાથી ઉશ્કેરાટમાં કંઇક કાચું કપાઈ ગયું એ નક્કી છે. એટલે મીરાં બોલી.‘અર્જુન આ મિહિરના જવાબની ‘હા’ અને ‘ના’ વચ્ચેનો ભેદ મને સમજાવીશ? અને.. પ્લીઝ પ્લીઝ પ્લીઝ.. હવે આ સરપ્રાઈઝના ચેપ્ટર પર ફૂલસ્ટોપ મૂકીને કોઈ મને કહેશે કે આખરે ખરેખર આ માજરો છે શું ?’ ‘અરે.. મીરાં, સુપર સરપ્રાઈઝનું સુપર સસ્પેન્સ તો હજુ અકબંધ છે.’ મૌલિક આખા મુદ્દાને એક નવો વણાંક આપતાં બોલ્યો.‘અર્જુન, તને નથી લાગતું કે હવે તમે સૌ કંઇક વધારે જ ફૂટેજ ખાઈ રહ્યા છો?’મીરાંને પહેલીવાર હદ બહાર અકળાઈ જતા જોઇને સૌ હસવા લાગ્યા એ પછી અર્જુન બોલ્યો.‘ઓ.કે. મીરાં પ્લીઝ વેઇટ વન મિનીટ.’ આટલું