લાગણી ભીનો પ્રેમનો અહેસાસ - 2

(30)
  • 5.8k
  • 3
  • 3k

પાણીના ગ્લાસ સાથે જ સ્નેહાએ હોલમાં પ્રવેશ કર્યો. દર વખતની જેમ જ આ વખતે પણ તેમને ના તો છોકરા સામે નજર કરી ના કોઈ બીજા સામે. તેને આ રીતે સગાઈ કે લગ્ન કરવા જ નહોતા, એટલે તે જે પણ આવે તેમને ચા અને પાણી આપી તેમની એક ફરજ બજાવી લેતી ને પછી રૂમમાં જ્ઇ બેસી જતી. આજે પણ તેમને કંઈક એવું જ કર્યું. અમદાવાદથી આવેલો તે છોકરો દેખાવમાં થોડોક ઠીક લાગતો હતો. પણ તેની જોડી સ્નેહા સાથે બંધ બેસતી હતી. અહીં છોકરા છોકરીને પહેલી મુલાકાતમાં વાત કરવાની પરમિશન