નારી 'તું' ના હારી... - 3

  • 3.6k
  • 1.2k

***સમય બહુ ધીમે ધીમે પસાર થઈ રહ્યો હતો. માનસીની આંખોમાં આંસુ હતા. હૃદય પર હાથ મૂકે ત્યાં ધબકારા એની વીતી ગયેલી યાદોને આખો સમક્ષ વધુ સ્પષ્ટ કરતા હતા. શ્વાસમાં પણ જાણે માનસી અંધકાર જ ભરી રહી હોય એવું લાગતું હતું. જીંદગીનો માર્ગ એકદમ ધૂંધળો દેખાતો હતો. થોડી થોડીવારે માનસીનો ભૂતકાળ એની સામે નૃત્ય કરીને આખોને આંજી નાખે એવું દ્રશ્ય ઉભું કરતો હતો. અને તરત જ એની આંખોમાંથી આંસુઓની ધાર અવિરત વહ્યા કરતી.